ગુરુપૂર્ણિમા : જીવનના શિલ્પકારને આદરભરી અંજલિ. “માનવ જીવનને જ્ઞાનરૂપી દીવાથી પ્રજ્વલિત કરનાર જ્યોત છે ગુરુ.” (2025-26)

Jan 12, 2026

This slideshow requires JavaScript.

ગુરુશિષ્ય પરંપરાને ઉજાગર કરતો પવિત્ર દિવસ એટલે ગુરુપૂર્ણિમા. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે.મહાભારતના રચયિતા ઋષિ વેદવ્યાસનો જન્મદિવસ એટલે ગુરુપૂર્ણિમા. આથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ગુરુ એ ‘હોકાયંત્ર’ સમાન છે, જે મનુષ્યને જીવનપથ પર આગળ વધવા માટે દિશાસૂચન કરે છે. શાળામાં શિક્ષકો દ્વારા આપવામાં આવેલ જ્ઞાન, પ્રેમ, સમજણ વગેરે માટે અમારી શાળાના વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમા નિમિત્તે શિક્ષકોને મસ્તકે તિલક કરી હદયપૂર્વકની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સવારની પ્રાર્થના સભામાં ગુરુપૂર્ણિમા વિશે વિદ્યાર્થી દ્વારા ‘દોહા’ અને  વક્તવ્ય રજુ કરવામાં આવ્યા હતા.બાળકોની ઉજવણીને હર્ષભેર સ્વીકારતા શિક્ષકોએ બાળકો ઉપર પોતાના સ્નેહઆશિષ વરસાવ્યા હતા.