“संकृत भारतस्य ह्रदयम्”

ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને અધ્યાત્મિક સમૃદ્ધિનું જીવંત પ્રતિક એટલે સંસ્કૃત ભાષા. અમારી શાળામાં આ વર્ષે સંસ્કૃત સપ્તાહની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.
આ સપ્તાહ દરમિયાન પ્રાર્થના સભામાં શ્લોકોચ્ચાર, પ્રાર્થના,જન્મદિવસ ગીત અને પ્રતિજ્ઞા સંસ્કૃત ભાષામાં રજૂ કરવામાં આવ્યા હતા. આ સિવાય રોજીંદા વપરાશના સંસ્કૃત શબ્દો, સંસ્કૃત વાર્તા,સંસ્કૃત સંવાદ વગેરેની રજૂઆત બાળકો દ્વારા પ્રાર્થના સભામાં કરવામાં આવી. સંસ્કૃત સુવિચારને અંગ્રેજી અનુવાદ સાથે રજૂ કરવામાં આવ્યા. જેથી બાળકો સંસ્કૃત ભાષાનું મહત્વ સમજી શકે. આમ સમગ્ર સપ્તાહ દરમિયાન શાળા જાણે કે સંસ્કૃતમય બની ગઈ.
‘संस्कृतं वर्धतां, राष्ट्रं संवर्धतां |’