Thoughts and Reflections: Teachers’ Corner (2025-26)

Jan 17, 2026

Visarjan – the grand river pool party!

The kids are gathered near the river, getting ready for Ganesh Visarjan. Suddenly, Lord Ganesha appears with a big smile and a twinkle in his eye.

Ganesha: Hey kids! What’s all this noise? Are you sending me home or hosting a rock concert?

Chintu: Bappa! We’re celebrating! The music is loud because we want you to dance!

Ganesha: Dance, huh? I’m all for a good party, but last time, my ears were ringing for three days! Even the fish wore earplugs!

Pinkey: Sorry Bappa! We got a little carried away.

Ganesha: A little? The idols you make now are huge! When I tried to ride one last year, I thought I’d need a pilot’s license!

Rinku: Bigger idols mean bigger celebrations, Bappa!

Ganesha: Bigger idols mean bigger messes, beta! And what’s this stuff? Paints and plastics? When I jump into the river, it feels like I’m swimming in a paint shop! Just think about the fish!

Chintu: Oh no! We didn’t know that hurts the fish.

Pinkey: What should we do then, Bappa?

Ganesha: It’s simple! Make small idols from clay — the kind that dissolve in water and don’t harm anyone. Sing bhajans but do not use DJ speakers that scare the birds away. Use real flowers, not plastic that sticks everywhere.

Rinku: But what about the visarjan?

Ganesha: Ah! Remember it is visarjan and not a pool party! If you can’t go to the river, do it in a small tank or bucket at home.

Kids (together): We promise, Bappa! No more loud parties that scare the fish!

Ganesha (laughing): Good! Now say it with me — “Ganpati Bappa Morya!” — but with clean water and fresh air!

Kids: Ganpati Bappa Morya!

Ganesha waves goodbye with a smile and disappears in a swirl of flower petals, happy to see the kids understand.

                                   –Mrs. Brijal Desai–   

ગણપતિ બાપ્પા શું કહે છે?

ગણપતિ બાપ્પા મોરીયા!” ના જયઘોષથી ઘરો ગુંજી ઉઠે છે. હું (ગણપતિ બાપ્પા )પણ ખુશ થઈ જાઉં છું કે ચાલો, લોકો મને યાદ કરે છે.

હું(ગણપતિ બાપ્પા) છ દિવસથી બેઠો છું. દીવો પણ લીડ લાઇટનો છે, આરતી પણ બ્લૂટૂથ સ્પીકરમાંથી થાય છે. મારી આગળ જેટલા લાડુ છે, એમાંમાંથી અડધા તો ડ્રોનથી લીધેલા ફોટામાં જ દેખાવા માટે છે. ખાવાની મારી વારી આવી નથી હજી!

આજે આરતી વખતે એક બાળક બોલી ઊઠ્યું, “મમ્મી, આરતી ક્યારે પૂરી થશે? મને રીલ બનાવી છે!” શું કહું એ બાળકને? કે બેટા, તારું ભવિષ્ય હું કેવી રીતે સારું કરું, જ્યારે તું ‘ફિલ્ટર’ વિના મારી પર નજર પણ નાંખે?

મૂર્તિ લાવવી પણ હવે તો થઈ ‘ટ્રેન્ડિંગ’ બાબત. આ વર્ષે તો મૂર્તિ પણ ‘થિમ બેઝ્ડ’! એક ઘરમાં હું એવનજર્સના હુલિયે, બીજા ઘરમાં વીજળીથી ચમકતો. પણ વિચારું કે ભક્તિ રહી ક્યાં છે? હવે તો ‘વીઝા ગણેશ’, ‘ફોરેન એજ્યુકેશન ગણેશ’, અને ‘પોઝિટિવ રીલ ગણેશ’ બની ગયો છું!

અરે હવે તો એવું થાય છે કે પંડાલમાં ઘંટો વાગે એ પહેલા ઈન્સ્ટા લાઈવ ચાલુ થાય છે.

વિસર્જન સમયે આંખે આંસુ આવે છે ને કે છે, “બાપ્પા નાં જશો!” પણ મેં પૂછું કે જયારે તમે WhatsApp ગ્રુપમાં મારો ફોટો સત્તર વાર ફોરવર્ડ કરો છો, ત્યારે મારી ભક્તિ અહીં હોય કે ડેટા સર્વર પર?

અને ભાઈ, શાંતિથી ભજનો વાગે એના બદલે, ડિજે પર “શીલા કી જવાની” વાગે ત્યારે મારે

છેલ્લે તો એટલુ જ કહેવું છે:

હું વિઘ્નહર્તા છું, ફોટો opportunity નહીં!”
ભક્તિ દિલથી કરો, કેમેરાથી નહીં!”
એવી ભક્તિ કરો કે રીલ ના બનાવવી પડે!”

તો આવું છે ભાઈ,
ગણપતિ બાપ્પા શું કહે છે?
કહે છે – “અરે ભાઈ, હું ભગવાન છું, કોન્ટેન્ટ ક્રિએટર નહી!!”

–Mrs. Neha Naik–

ગરબો

આવી આસોની રઢિયાળી રાતડી

તમે કુમકુમ પગલે પધારો માડી

આસોપાલવના તોરણ બંધાવ્યા

ને ફૂલડે સાથીયા સજાવ્યા

ઝાડના પાને પાને દીપ પ્રગટવયને

વાયુ વસંત થઈ આવો

હો માં તમે કુમકુમ પગલે પધારો

પંખીના કલરવને નદીઓના વ્હેણને

સુરથી ગરબો સજાવો

નવલી નવ રાતડીએ ચાંદનીના અજવાળે

સુવાસ ચંદનની ફેલાવો,

હો માં  તમે કુમકુમ પગલે પધારો.

આવી આસોની રઢિયાળી રાતડી ……..

                          –સ્વરાંકન અને શબ્દો  : ગૌરાંગ પટેલ–

ડી.જે. નાઈટ – મારા સુપડા જેવા કાન પણ આ અવાજ સહન નથી કરી શકતા

માતા ઉમિયા સાથે ગણેશ ચતુર્થી પહેલા વાતો કરતા ગણેશજી કહે છે, માતા મને આજ્ઞા આપો. મારા ભક્તો પૃથ્વીલોક પર મારી કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જેથી હું દસ દિવસ પૃથ્વીલોક પર જ નિવાસ કરીશ.

પૃથ્વીલોક પર ગણેશજીની પધરામણી થાય ત્યારે સૌ પ્રથમ નજર જાય છે તેમના વિશાળકાય, સુપડા જેવા કાન પર. બાપા મોરિયા રે… ના નાદ સાથે ગણેશજીની ખુશખુશાલ રીતે પધરામણી થાય છે. ભક્તો દ્વારા ગવાતી આરતી અને મીઠી ધૂન સાંભળવાના મૂળમાં છે ગણેશજી…..

પછી શરુ થાય છે ડી.જે ની જોરદાર બીટ. ગણેશજી મનમાં વિચારે છે, અરે આ શું ? ભજનના મીઠા રણકારના સ્થાને આ શોરબકોર.બાપના કાન મૌન માટે તરસી જાય છે.ભગવાનની ધૂનના સ્થાને ફિલ્મી ગીતો ગુંજી ઉઠે છે ત્યારે બાપા વિચારે છે કે હું કદાચ ખોટા એડ્રેસ પર આવી ગયો છું.

બાપના કાનની તો હવે ખરી કસોટી થાય છે, જયારે વિસર્જનના દિવસે સર્વત્ર ભગવાનને ડી.જે સાઉન્ડમાં જોરદાર ગીતો જ સંભળાય છે. ડી.જે ના સ્પીકરો ધમાકો કરતા વાગવા

માંડે છે. બાપના કાન મનુષ્ય કરતા મોટા છે એટલે અવાજનો પ્રભાવ પણ ડબલ થઇ જાય. બાપા ભક્તોને મનમાં ને મનમાં વિનંતી કરે છે કે હે, માનવ મારા કાન તો ભક્તિરૂપી ભજન અને ધૂન સાંભળવા માટે તરસી રહ્યા છે પરંતુ તમે તો ડી.જે ના તોફાનમાં ડૂબેલા છો.

ગણેશજી વિચારે છે કે ભજન અને ધૂન ભૂલેલા મારા આ ભક્તોને કઈ રીતે સમજાવું કે ભક્તિ હમેશા મનની   શાંતિ માટે હોય છે.આ ડી.જે ના અવાજમાં તો મારો ઉંદર પણ ક્યાંક છુપાય ગયો. બિચારો …. ડરનો માર્યો બહાર પણ નથી આવતો.

હે મનુષ્યો, આજે નાચતા ગાતા તમે મને વિસર્જિત કરો પરંતુ આવતા વર્ષે હું ‘નો ડી.જે. ઝોન’ ની શરત પર જ  પૃથ્વીલોક પર પધારીશ.

                                                   —Mrs. Pinal Parmar–